સુવિચાર


માતાનું હૃદય બાળકની પાઠશાળા છે .

માનવી નાનો છે પણ માનવતા મોટી છે .

વહેંચવાની ઇચ્છા થાય તો જ્ઞાન વહેંચજો

ખાવાની ઇચ્છા થાય તો ગમને ખાજો .

ગુજરાતી કહેવતો (guj. kahevat)

જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.
શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.
વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.
સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.
ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.
આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.
તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.
કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.
દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.
ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.
પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.
પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.
સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય 

કહેવત ભંડાર 

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ 





    • અક્કરમીનો પડીઓ કાંણો
    • અક્કલ ઉધાર ન મળે
    • અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
    • અચ્છોવાના કરવાં
    • અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
    • અજાણ્યો અને આંધળો બેઉ સરખા
    • અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
    • અતિ ચીકણો બહુ ખરડાય
    • અતિ લોભ તે પાપનું મૂળ
    • અણીનો ચૂક્યો સો વરસ જીવે
    • અધૂરો ઘડો છલકાય ઘણો
    • અન્ન અને દાંતને વેર
    • અન્ન તેવો ઓડકાર
    • અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
    • અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
    • અવળા હાથની અડબોથ
    • અવળે અસ્ત્રે મુંડી નાખવો
    • અંગૂઠો બતાવવો
    • અંજળ પાણી ખૂટવા
    • અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
    • અંધારામાં તીર ચલાવવું
    • અંધેરી નગરી ગંડુ રાજા


    આ-ઈ


    • આકાશ પાતાળ એક કરવા
    • આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
    • આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
    • આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
    • આજ રોકડા, કાલ ઉધાર
    • આજની ઘડી અને કાલનો દી
    • આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
    • આદુ ખાઈને પાછળ પડી જવું
    • આપ ભલા તો જગ ભલા
    • આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
    • આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
    • આપ સમાન બળ નહિ
    • આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
    • આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
    • આફતનું પડીકું
    • આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
    • આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
    • આમલી પીપળી બતાવવી
    • આરંભે શૂરા
    • આલાનો ભાઈ માલો
    • આલિયાની ટોપી માલિયાને માથે
    • આવ પાણા પગ ઉપર પડ
    • આવ બલા પકડ ગલા
    • આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
    • આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
    • આવી ભરાણાં
    • આળસુનો પીર
    • આંકડે મધ ભાળી જવું
    • આંખ આડા કાન કરવા
    • આંખે જોયાનું ઝેર છે
    • આંગળા ચાટ્યે પેટ ન ભરાય
    • આંગળી ચીંધવાનું પુણ્ય
    • આંગળી દેતાં પહોંચો પકડે
    • આંગળીથી નખ વેગળા જ રહે
    • આંગળીના વેઢે ગણાય એટલાં
    • આંતરડી કકળાવવી/દૂભવવી
    • આંતરડી ઠારવી
    • આંધળામાં કાણો રાજા
    • આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
    • આંધળી દળે ને કૂતરા ખાય
    • આંધળે બહેરું કૂટાય
    • આંધળો ઓકે સોને રોકે
    • ઈંટનો જવાબ પથ્થર



    • ઉકલ્યો કોયડો કોડીનો
    • ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
    • ઉતાવળે આંબા ન પાકે



    • ઊગતા સૂરજને સૌ નમે
    • ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
    • ઊઠાં ભણાવવા
    • ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
    • ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
    • ઊતર્યો અમલદાર કોડીનો
    • ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
    • ઊંચે આભ ને નીચે ધરતી
    • ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
    • ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
    • ઊંટના ઊંટ ચાલ્યા જાય
    • ઊંટની પીઠે તણખલું
    • ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
    • ઊંડા પાણીમાં ઊતરવું
    • ઊંદર બિલાડીની રમત
    • ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
    • ઊંધા રવાડે ચડાવી દેવું
    • ઊંધી ખોપરીનો માણસ
    • ઊંબાડિયું કરવાની ટેવ

    એ-ઐ


    • એક કરતાં બે ભલા
    • એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
    • એક કાંકરે બે પક્ષી મારવા
    • એક ઘા ને બે કટકા
    • એક ઘાએ કૂવો ન ખોદાય
    • એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
    • એક નકટો સૌને નકટાં કરે
    • એક નન્નો સો દુ:ખ હણે
    • એક નૂર આદમી હજાર નૂર કપડાં
    • એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
    • એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
    • એક ભવમાં બે ભવ કરવા
    • એક મરણિયો સોને ભારી પડે
    • એક મ્યાનમાં બે તલવાર ન રહે
    • એક સાંધે ત્યાં તેર તૂટે
    • એક હાથે તાળી ન પડે
    • એકનો બે ન થાય
    • એના પેટમાં પાપ છે
    • એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
    • એરણની ચોરી ને સોયનું દાન
    • એલ-ફેલ બોલવું

    ઓ-અઃ


    • ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
      દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
    • ઓછું પાત્ર ને અદકું ભણ્યો
    • ઓડનું ચોડ કરવું
    • ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે



    • કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
    • કજિયાનું મોં કાળું
    • કડવું ઓસડ મા જ પાય
    • કડવો ઘૂંટડો ગળે ઊતારવો
    • કપાસિયે કોઠી ફાટી ન જાય
    • કપાળ જોઈને ચાંદલો કરાય
    • કમળો હોય તેને પીળું દેખાય
    • કમાઉ દીકરો સૌને વહાલો લાગે
    • કમાન છટકવી
    • કરમ કોડીના અને લખણ લખેશરીના
    • કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
    • કરો કંકુના
    • કરો તેવું પામો, વાવો તેવું લણો
    • કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
    • કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
    • કાકા મટીને ભત્રીજા ન થવાય
    • કાકો પરણ્યો ને ફોઈ રાંડી
    • કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
    • કાખલી કૂટવી
    • કાગડા ઊડવા
    • કાગડા બધે ય કાળા હોય
    • કાગડો દહીંથરું લઈ ગયો
    • કાગના ડોળે રાહ જોવી
    • કાગનું બેસવું ને ડાળનું પડવું
    • કાગનો વાઘ કરવો
    • કાચા કાનનો માણસ
    • કાચું કાપવું
    • કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
      કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
    • કાટલું કાઢવું
    • કાતરિયું ગેપ
    • કાન છે કે કોડિયું?
    • કાન પકડવા
    • કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
    • કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
    • કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
    • કાનાફૂંસી કરવી
    • કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
    • કામ કામને શિખવે
    • કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
    • કામના કૂડા ને વાતોના રૂડા
    • કામનો ચોર
    • કારતક મહિને કણબી ડાહ્યો
    • કાલાં કાઢવાં
    • કાળજાની કોર/કાળજાનો કટકો
    • કાળજાનું કાચું/પાકું
    • કાળા અક્ષર ભેંશ બરાબર
    • કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
    • કાળી ટીલી ચોંટવી
    • કાળી લાય લાગવી
    • કાંચિડાની જેમ રંગ બદલવા
    • કાંટો કાંટાને કાઢે
    • કાંડાં કાપી આપવાં
    • કાંદો કાઢવો
    • કીડી પર કટક ન ઊતારાય
    • કીડીને કણ અને હાથીને મણ

No comments:

Post a Comment